ચોરી:બાબરાના ચમારડીમાં મંદિર સહિત 9 મકાનમાં તસ્કરોના ખાંખાખોળા

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડકડતી ઠંડીમાં તસ્કરાેને માેકળુ મેદાન : તસ્કરાે સીસીટીવીમાં કેદ થયા

બાબરા તાલુકામા તસ્કરાેની રંજાડ વધી રહી છે. ત્યારે અહીના ચમારડી ગામમા ગતરાત્રીના તસ્કરાેઅે મંદિર સહિત 9 મકાનમા ત્રાટકી ખાખાખાેળા કર્યા હતા. જાે કે તસ્કરાેને સામાન્ય રકમ હાથ લાગી હતી. તસ્કરાે સીસીટીવીમા કેદ થયા હાેય સ્થાનિક પાેલીસે તસ્કરાેને ઝડપી પાડવા ચક્રાે ગતિમાન કર્યા છે.હાલ કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઇ હાેય તસ્કરાેને પણ જાણે માેકળુ મેદાન મળ્યુ હાેય તેમ બાબરા તાલુકાના ચમારડીમા અેકસાથે નવ મકાનમા તસ્કરાે ત્રાકટયા હતા. જેને પગલે પાેલીસની ઉંઘ પણ ઉડી ગઇ હતી. તસ્કરાે રાત્રીના સુમારે અહીના ચરખા રાેડ પર આવેલ બહુચર માતાજીના મંદિરમા ત્રાટકયા હતા.

આ ઉપરાંત અહીના પ્લાેટ વિસ્તારમા નવ જેટલા મકાનમા પણ હાથફેરાે કર્યાે હતાે. તસ્કરાેઅે મકાનમા ગેરકાયદે પ્રવેશી સરસામાન વેરવિખેર કરી નાખ્યાે હતાે.જાે કે તસ્કરાેને અહીથી સામાન્ય રકમ સિવાય કશુ હાથ લાગ્યુ ન હતુ. બંધ મકાનના માલિકાે સુરત તેમજ અન્ય શહેરમા ગયા હાેય તસ્કરાેઅે તેમના મકાનને નિશાન બનાવ્યા હતા. જાે કે આ બારામા હજુ સુધી કાેઇ પાેલીસ ફરિયાદ નાેંધાઇ ન હતી. તસ્કરાે મંદિરમા રાખેલ સીસીટીવી કેમેરામા કેદ થઇ ગયા હાેય સ્થાનિક પાેલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરાેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...