ગ્રાન્ટ મંજુર:બાબરામાં 1.50 કરોડના ખર્ચે રસ્તા, પાણી, આરોગ્યની સુવિધા ઉભી કરાશે, વર્ષો પહેલા થયેલી રજૂઆત ફળી

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાબરાના અમરાપરામાં પ્રાથમિક સુવિધા માટેની ગ્રાન્ટ મંજૂર

બાબરાના અમરાપરામાં પ્રાથમિક સુવિધા માટે 1.50 કરોડની ગ્રાન્ટ મંજુર કરાઈ છે. અહી રોડ, પાણી અને આરોગ્ય જેવી સુવિધા ઉભી કરાશે. વર્ષો પહેલા પૂર્વ ધારાસભ્ય સ્વ વાલજીભાઈ ખોખરીયાએ અમરાપરામાં પ્રાથમિક સુવિધા માટે સરકારને રજૂઆત કરી હતી. અંતે વર્ષો બાદ રજૂઆત સફળ નિવડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

બાબરાના અમરાપરામા સાંસદ નારણભાઈ કાછડીયાએ 60 લાખના ખર્ચે એપ્રોચ રોડ માટે ગ્રાન્ટની ફાળવણી કરી પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયાને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ઉપરાંત રાજ્ય સરકારે ગામમાં 35 લાખના ખર્ચે આરોગ્ય દવાખાનું, પીવાના પાણીની સુવિધા માટે 25 લાખની પાણીની ટાંકી અને 6 લાખ લીટરની સ્ટોરેજ સંમ્પ હાઉસની કામગીરી માટે ગ્રાન્ટ મંજુર કરી હતી.

તેમજ અમરાપરામાં સફાઈ માટે ગ્રામ પંચાયતને ટ્રેકટરની ટોલી ફાળવણી કરાઈ હતી. અહી પ્રાથમિક સુવિધા આપવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ ખોખરીયાએ પણ સરકારને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...