શોધખોળ ચાલું:લાલકામાં ડેમમાં ન્હાવા પડેલો યુવાન ડૂબ્યો, રેસ્કયુ ટીમની સવારથી સાંજ સુધી શોધખોળ છતા ભાળ ન મળી

બાબરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોકોનું ટોળું મદદે પહોચ્યું અને પોલીસ પણ આવી. - Divya Bhaskar
લોકોનું ટોળું મદદે પહોચ્યું અને પોલીસ પણ આવી.

બાબરા તાલુકાના લાલકા ગામે આજે એક 40 વર્ષીય યુવાન અહીના સ્થાનિક ડેમમા ન્હાવા પડયા બાદ ડુબી ગયો હતો. અને સવારથી સાંજ સુધી શોધખોળ કરવા છતા તેની કોઇ ભાળ મળી ન હતી. મોડી સાંજે પણ શોધખોળ શરૂ રખાઇ હતી. આ ઘટના બાબરા તાલુકાના લાલકા ગામે બની હતી. અહી ગામની સીમમા ગેલો નામનો ડેમ આવેલો છે.

સ્થાનિક યુવાન પ્રેમજીભાઇ પાચાભાઇ આત્રોડી (ઉ.વ.40) નામનો યુવાન સવારે 11 કલાકે ડેમમા ન્હાવા માટે ગયો હતો. અને અકસ્માતે પાણીમા ડૂબી ગયો હતો. જેના પગલે સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરવામા આવી હતી. બાબરા તથા અમરેલી નગરપાલીકાની રેસ્કયુ ટીમ તથા લોકલ તરવૈયાઓની ટીમ અહી દોડી ગઇ હતી. અને ડેમમા યુવકની શોધખોળ શરૂ કરવામા આવી હતી.

જો કે મોડી સાંજ સુધી અહી યુવકની કોઇ ભાળ મળી ન હતી. સ્થાનિક મામલતદાર બળવંતસિંહ રેવર સહિતના અધિકારીઓ પણ અહી દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતુ કે યુવકની કોઇ ભાળ મળી નથી. બાબરા પોલીસ પણ અહી દોડી આવી હતી. તથા ગામના લોકોનુ ટોળુ મદદે દોડયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...