વીજ ચેકીંગ:બાબરાના ગામડામાં વીજ કંપનીના દરોડા, જુદી-જુદી 7 ટીમ ત્રાટકી

બાબરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગથી લોકોમાં ફફડાટ. - Divya Bhaskar
બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચેકીંગથી લોકોમાં ફફડાટ.
  • રૂપિયા 3 લાખની વીજ ચોરી ઝડપાઇ

બાબરા તાલુકામા આજરોજ પીજીવીસીએલ દ્વારા વિજ ચેકીંગ હાથ ધરાયુ હતુ. અહીના ગ્રામ્ય વિસ્તારોમા સાત ટીમો પોલીસને સાથે રાખી ત્રાટકી હતી અને વિજ ચેકીંગ હાથ ધર્યુ હતુ. વિજ કંપનીએ ત્રણ લાખનો દંડ વસુલ્યો હતો. બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિજચોરીનું દુષણ દૂર થવાનું નામ લેતું નથી. અનેકવાર પીજીવીસીએલની ટીમો દ્વારા ઘરેલુ તેમજ ખેતીવાડી વીજ કનેક્શનમાં દરોડા પાડી વીજ ચોરી પકડી લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.

પણ વીજ ચોરી કરતા લોકોની શાન ઠેકાણે આવતી નથી. ત્યારે આજરોજ બાબરા તાલુકાના દરેડ,જામબરવાળા,કરીયાણા સહિતના સાત જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલની સાત જેટલી ટીમો દ્વારા ઘરેલુ વીજ કનેક્શનની તપાસ કરતા મોટાભાગના વીજ કનેક્શનમાં ગેરરીતિ જોવા મળી હતી. જેને પગલે વિજ કંપનીએ ત્રણ લાખની ચોરી પકડી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...