રજુઆત:બાબરા અને વડિયામાં માલધારી સમાજનું મામલતદારને આવેદન

બાબરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાબરામાં ગોપાલક માલધારી સમિતિ સેના દ્વારા મામલતદાર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું. - Divya Bhaskar
બાબરામાં ગોપાલક માલધારી સમિતિ સેના દ્વારા મામલતદાર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું.
  • સુરતમાં માલધારી સમાજ પર અન્યાય અને અત્યાચાર મુદે ઉગ્ર રજુઆત

માલધારી સમાજ પર અવારનવાર અન્યાય અને અત્યાચાર બાબતે માલધારી ગોપાલક સેના દ્વારા આજે વડીયા અને બાબરામા મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ હતુ. વડિયા મામલતદારને પાઠવાયેલા આવેદનપત્રમા જણાવાયું હતુ કે માલધારી સમાજ પર સરકારી તંત્ર દ્વારા ગેરકાયદેસર અત્યાચાર કરવામા આવે છે.

વડીયા માલધારી સમાજે વિવિધ મુદ્દે રજુઆત કરી.
વડીયા માલધારી સમાજે વિવિધ મુદ્દે રજુઆત કરી.

જેમા સુરતમા ઢોર પકડ પાર્ટી દ્વારા ઘર આંગણે બાંધેલા માલધારીઓના પશુઓને એસઆરપીને સાથે રાખીને પશુ ડબ્બામા ભરવા, મહિલા પોલીસ વગર પુરુષ પોલીસ દ્વારા માલધારીની દીકરીઓ પર બળપ્રયોગ કરી તેની અટકાયત કરવી, માલધારીઓને પશુઓની વૈકલ્પિક વ્યવસ્થા માટે સમય ના આપવો, 25 વર્ષથી કબ્જો ભોગવટાવાળા પશુવાડા તોડી પાડવા, પોલીસ દ્વારા ખોટા કેસ કરી પાસામા ધકેલવાની ધમકીઓ આપવી, 2017થી ગીર બરડા વિસ્તારના માલધારીને દેશના રાષ્ટ્રપતિ દ્વારા અપાયેલા અનુસૂચિત જાતિના દરજ્જાના પ્રમાણપત્ર આપવાનુ બંધ કરવુ જેવી બાબતો અંગે અન્યાય કરવામા આવી રહ્યો છે.

ત્યારે અન્યાય બાબતે યોગ્ય કાર્યવાહી કરવા અને તેના પ્રશ્નોનુ નિરાકરણ લાવવા માંગ કરાઇ હતી. અહી માલધારી સેનાના અરવિંદભાઈ ભરવાડ, મયુર સાનિયા, જગાભાઈ ભરવાડ સહીત માલધારી યુવાનો અને વડીલો જોડાયા હતા.આ ઉપરાંત બાબરામાં ગોપાલક માલધારી સમિતિ સેના દ્વારા મામલતદાર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતુ. જેમા જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તાર અમરોલી,ડભોલી,વેડ રોડ,સહિતના વિસ્તારમાં પશુઓના રહેણાંકને તોડી પાડેલ છે. પશુઓના રહેવાની કોઈપણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો સમય પણ આપેલ નથી.

પશુપાલન માલધારીઓ માટે આજીવિકાનુ સાધન હોય ત્યારે તમામ પશુવાડા તોડી સમાજની દીકરીઓ ઉપર પોલીસ દ્વારા બળપ્રયોગ કરી ફરિયાદની ખોટી ધમકી આપી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. ગોપાલક માલધારી સેનાએ વધુમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા વિસ્તારમાં વધતા વિસ્તારના કારણે નવી ટીપી સ્કીમમાં માલધારી વસાહત માટે કોઈ જોગવાઈ કરેલ ન હોવાથી વધતા વિસ્તારમાં વસવાટ કરતા પશુપાલકોની ટીપી સ્કીમ સમાવેશ કરવામાં આવે અને પશુપાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો પશુઓ રોડ ર આવતા ટાળી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...