ધરતીપુત્રોમાં ખુશી:બાબરા પંથકમાં મગફળીની સિઝન પુરજોશમાં, ખેડૂતો લણવામાં વ્યસ્ત

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 940 થી 1100 ભાવ રહેતા ધરતીપુત્રોમાં ખુશી

બાબરા પંથકમાં મગફળીની સિઝન પુરજાેશમા જાેવા મળી રહી છે. તાલુકાના મોટાભાગના ખેતરોમાં હલર તેમજ થ્રેસરથી ખેડૂતો મગફળી કાઢવા લાગ્યા છે. જો કે મશીનરી વડે મગફળી કાઢવાનો ભાવ પણ કલાકે વધારે જોવા મળ્યો છે. તેમજ મગફળીના પાથરા ઉપાડવા માટે મજૂરોની પણ પૂરતી ઘટ પડતા ખેડૂતોમા ચિંતા છે. હાલ ખેડૂતાેને રૂપિયા 940 થી 1100 સુધીનાે ભાવ મળતા ખુશખુશાલ જાેવા મળી રહ્યાં છે. ખેડૂત અગ્રણી દિનેશભાઈ પોકીયાએ જણાવ્યું હતું કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સારો વરસાદ રહેતા મગફળીનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે. તાલુકામાં દર વર્ષે 50 ટકા મગફળીનું વાવેતર થયું છે.

આ વર્ષે એક વિઘાએ 12 મણથી 25 મણ સુધીનો ઉતારો જોવા મળી રહ્યો છે. વળી વરસાદ કે માવઠાની કોઈ અસર મગફળીને નથી થઈ પણ પશુચારો પાલો બગડી ગયો છે. જેમાં ખેડૂતોને નુકસાન છે. પણ મગફળીનો સારો ભાવ હોવાથી સરેરાશ ખેડૂતોને સંતોષ છે. હાલ મગફળીની સિઝન ફૂલ છે. પણ ખેતરમાં મગફળીને ઉપાડવા માટે પૂરતા પ્રમાણમાં મજૂર મળતા નથી. જેથી ખેડૂતો વધુ મુશ્કેલીઓમાં મૂકાયા છે.

તેમજ મગફળી કાઢવા માટે ઉપયોગી આધુનિક મશીન હલર તેમજ થ્રેસર જેવા મશીનોમાં પણ કલાકના ભાડામાં વધારો જોવા મળ્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ગત વર્ષે મગફળી ઉપાડવા માટે કાઢવા માટે એક કલાકના 500 મજૂરી ચડતી હતી. જે ચાલુ વર્ષે 600ની આસપાસ થઈ ગઈ છે. હાલ તો ખેડૂતો જેમતેમ કરીને મગફળીની સિઝન લઈ રહ્યા છે. અને ટેકાના ભાવે આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...