માગ:આઉટસોર્સની એજન્સીઓ કરે છે કર્મચારીઓનું શોષણ

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારમાંથી મોટી રકમ વસુલી કર્મચારીઓને સામાન્ય રકમ આપી આર્થિક શોષણ કરતી એજન્સીઓને રોકવી જરૂરી
  • કર્મચારીઓના બેન્ક ખાતામાં રૂા. 13,701 જમા થાય છે અને 4 હજાર રોકડા પરત લે છે

રાજયમા તમામ સરકારી વિભાગો તેમજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમા વર્ગ-3 અને 4મા મોટાભાગે આઉટસોર્સથી કર્મચારીઓની નિમણુંક કરવામા આવે છે. પરંતુ આઉટસોર્સ એજન્સીઓ સરકારમાથી મોટી રકમ વસુલી કર્મચારીઓને સામાન્ય રકમ આપી આર્થિક શોષણ કરી રહી હોય આવી એજન્સીઓને રોકવા ધારાસભ્ય ઠુંમર દ્વારા માંગ કરવામા આવી છે.

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે જણાવ્યું હતુ કે રાજ્ય સરકાર દ્વારા આઉટસોર્સિંગ એજન્સીને કર્મચારી દીઠ રૂા. 20747 ચુકવવામાં આવે છે. તેમ વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં લેખિત જવાબ આપ્યો જ્યારે હકીકત તેનાથી વિપરિત જોવા મળી રહી છે. કારણકે તે અનુસંધાને જિલ્લા સંકલનમાં પ્રશ્ન ઊભો કરતા જિલ્લા વાઇઝ પણ અલગ અલગ ચુકવણી થઇ રહી છે. કર્મચારીઓના બેન્ક ખાતામાં રૂા. 13071 જમા થાય છે. તેમાં પણ રૂા. 4૦૦૦ રોકડા પરત લે છે. તેમ સંકલન ફરિયાદ સમિતિમાં અધિકારીઓએ સ્વીકાર કર્યો તો ઉપરની રકમ કોણ ગળી જાય છે તેવો સવાલ અહીં ઉઠી રહ્યો છે.

દરેક વિભાગમાં મુકવામાં આવેલ આઉટ સોર્સ એજન્સીની પૂરતી ખરાઇ કરવામાં આવે અને કર્મચારીઓને પૂરતો પગાર કરવામાં આવે. કારણ કે અહીં કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ લઘુતમ વેતન પણ પૂરતું ચુકવવામાં આવતું નથી. આઉટસોર્સમાં ફરજ બજાવતા દરેક કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા નોકરીનું રક્ષણ આપી ભ્રષ્ટ આઉટસોર્સ એજન્સી સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે જો મહિને 100 કરોડની રકમની આસપાસ ભ્રષ્ટાચાર કરતી આવી એજન્સીઓનો હિસાબ કરીએ તો વર્ષે 1200 કરોડથી વધુની રકમનો ચુનો રાજ્ય સરકારની તિજોરીને લાગી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...