રજુઆત:બાબરા વોર્ડ નં-2માં અનિયમિત પાણી અને સફાઇ મુદ્દે રહિશોમાં રોષ

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહિશોએ પાલિકા કચેરીએ ધસી જઇ ઉગ્ર રજુઆત કરી: તાકીદે નિરાકરણ લાવો

બાબરામાવોર્ડ નં-2ના નિલવડા રોડ કાંઠે બસ સ્ટેન્ડ પાછળ આવેલ હનુમાનપરા વિસ્તારમા પાછલા ઘણા સમયથી સફાઇ કરવામા આવતી ન હોય ઠેરઠેર ગંદકીના ગંજ ખડકાયા છે. આ ઉપરાંત અહી પાણી વિતરણ પણ અનિયમિત કરાતુ હોય રહિશો રોષે ભરાયા હતા. આજે વોર્ડના સભ્ય રમેશભાઇ તેરૈયાની આગેવાનીમા રહિશો પાલિકા કચેરીએ દોડી આવ્યા હતા. અહી રહિશોએ ઉગ્ર રજુઆત કરી હતી.

રહિશોએ એવા પણ આક્ષેપો કર્યા હતા. અહી કોંગ્રેસના સભ્યો ચુંટાયેલા હોવાથી તેમજ પાલિકા ભાજપ શાસિત હોય કિન્નાખોરી રાખવામા આવી રહી છે. વોર્ડ નં-2મા કયારેક મોડી રાત્રીના સમયે પાણી વિતરણ કરવામા આવે છે. તો વળી અમુક દિવસ સુધી પાણી આપવામા આવતુ જ નથી. જેના કારણે રહિશોને હાડમારી વેઠવી પડી રહી છે. ત્યારે આ પ્રશ્નનો તાકિદે ઉકેલ આવે તેવી માંગણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...