ખેડૂતો પરેશાન:ચમારડીમાં વીજલાઇન પાથરવા ખોદકામ બાદ કામગીરી ગોકળ ગતિએ

બાબરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેટકોની કામગીરી સામે ગ્રામજનોમાં રોષ : ખાતરના ગોડાઉન પાસે જ ખોદકામથી ખેડૂતો પરેશાન

બાબરા તાલુકાના કુંવરગઢમા 66 કેવી સબ સ્ટેશન કાર્યરત છે. અહીથી ચરખા ગામ સુધી વિજલાઇન પાથરવાની કામગીરી ચાલી રહી છે. ચમારડી નજીક પણ ખોદકામ બાદ કામગીરી આગળ ધપી રહી ન હોય ગ્રામજનોમા રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસુ નજીકમા છે ત્યારે આ ખાડામા પાણી ભરાશે તો અકસ્માતની ભીતિ પણ લોકોને સતાવી રહી છે.

ચમારડી નજીક પાછલા વીસેક દિવસથી ખોદકામ કરાયુ છે. અહી નજીકમા સહકારી ખાતરનુ ગોડાઉન છે. પરંતુ અહી ખોદકામ કરાયુ હોય ખેડૂતોને પણ મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત અહી જુથ સેવા સહકારી મંડળી પણ કાર્યરત હોય અહી આવતા ખેડૂતોને હાડમારી પડી રહી છે. અહી ઉંડા ખાડાઓ ખોદાયા છે. આગામી સોમવારથી શાળાઓ પણ શરૂ થશે ત્યારે તાકિદે ખાડાઓનુ બુરાણ થાય તે પણ જરૂરી છે. ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે કોન્ટ્રાકટરને કામ પુર્ણ કરવા રજુઆત પણ કરવામા આવી હતી પરંતુ તેનો કોઇ જવાબ પણ આવ્યો નથી.

કોન્ટ્રાકટર દ્વારા કામગીરી ગોકળ ગતિએ કરવામા આવી રહી છે. અહીના ચમારડી ચરખા માર્ગ પર પણ કામગીરી ચાલુ છે. અહી એક તરફનો માર્ગ બંધ કરી દેવાયો છે. અહી ઉંડા ખાડાઓ એમને એમ પડયા હોય રાત્રીના સમયે અહીથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે.

4 દિવસમાં કામ પૂર્ણ નહી થાય તો આંદોલન
અહીના ગ્રામજનોની હવે ધીરજ ખુટી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું હતુ કે હવે આગામી ચારેક દિવસમા કામગીરી પુર્ણ કરી દેવામા નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જેટકો સામે આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...