તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:બાબરા SBI માં ઓનલાઈન કાઉન્ટર સિસ્ટમ બંધથી હાલાકી

બાબરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અેક જ કેસ બારીથી ગ્રાહકાેને કતારમાં ઉભા રહેવું પડે છે

બાબરામા અેસબીઅાઇમા અાેનલાઇન કાઉન્ટર બંધ હાેવાથી ગ્રાહકાેને મુશ્કેલી પડી રહી છે. અા ઉપરાંત અહી અેક જ કેસ બારીથી પણ ગ્રાહકાેને કતારમા ઉભા રહેવુ પડે છે. ત્યારે અા પ્રશ્ને નિવૃત શિક્ષક અરવિંદભાઇ ત્રિવેદી દ્વારા બ્રાંચ મેનેજરને રજુઅાત કરવામા અાવી છે.એસબીઆઈમા ગ્રાહકાે પ્રવેશ કરે ત્યારે હું અાપની શું સેવા કરી શકુ તેવુ સુત્ર દિવાલમા લગાવાયેલુ નજરે પડે છે. પરંતુ અહી અાવતા ગ્રાહકાેને અસુવિધાનાે સામનાે કરવાે પડી રહ્યાે છે. બેંકમાં આવતા ગ્રાહકો સાથે કર્મચારીઓ ઉધ્ધતાઇભર્યુ વર્તન કરે છે.

બેંકના એકપણ કર્મચારીઓ ગ્રાહકો સાથે મદદરૂપ થવામાં કે સહકાર આપવામાં અાવતાે નથી. જેના કારણે બેન્કિંગ કામકાજ માટે અજાણ તેમજ અશિક્ષિત લોકોને વધુ હાડમારી ભોગવવાનો વારો આવી રહ્યો છે. બેંકમાં ઓનલાઈન કાઉન્ટર સિસ્ટમ બંધ છે. જેના કારણે ગ્રાહકોને લાંબી લાઈનમાં ઉભું રહેવુ પડે છે. ફરજ પડે છે. જો આ સિસ્ટમને ફરી શરૂ કરવામાં આવે તો જાણકાર અને શિક્ષિત લોકો પોતાનું ટોકન મેળવી સમય પ્રમાણે બેંકમાં આવી પોતાનું કામ કરી શકે તેમ છે. અહીં ફીડબેક બોર્ડ પણ બંધ છે જેથી ગ્રાહકો બેન્કની સેવાઓ બાબતે પોતાનો અનુભવ ઉપરી અધિકારીઓ સુધી કહી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...