રજૂઆત:નિલવડા રોડ પર તળાવમાંથી માટી ઉપાડી ઈંટોના ભઠ્ઠામાં અપાય છે

બાબરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોના હિત માટેના નિર્ણયનો ગેરલાભ લેતા તત્વો સામે કાર્યવાહી કરો

બાબરા પંથકમાં તળાવમાંથી માટી ઉપાડી ઈંટોના ભઠ્ઠામા ઠાલવવામાં આવી રહી છે. અહી સરકારે ખેડૂતોના હિત માટે લીધેલા નિર્ણયનો ગેરલાભ લેતા તત્વો સામે કાર્યવાહી કરવા લોક માંગણી ઉઠી હતી. બાબરાના નીલવડા રોડ પર આવેલ તળાવથી માટી કાઢી ઈંટોના ભઠ્ઠામાં અપાતી હોવાનું સામે આવ્યું હતું.

લાઠી- બાબરાના પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઉંધાડે ખેડૂતોના હિત માટે તળાવમાંથી માટી ઉપાડવા સરકારને રજૂઆત કરી હતી. જેને ધ્યાને રાખીને સરકારે તળાવમાંથી માટી ઉપાડવા માટે મંજુરી આપી હતી. પણ બાબરાના નિલવડા રોડ પર આવેલ તળાવમાં લેભાગુ તત્વોએ ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણય સામે ખિલવાડ કરવાની પ્રયાસ કર્યો હતો.

અહી તળાવમાંથી માટી ઉપાડી ઈંટોના ભઠ્ઠામાં ઠાલવવામાં આવતી હતી. ચોરીની માટીના પણ ઈંટોના સંચાલક પાસેથી તગડા નાણાં વસુલવામાં આવતા હતા. ત્યારે એક નાગરીકે આ ઘટનાને ઉજાગર કરવાની કોશિષ કરતા લેભાગુ તત્વોએ તેમને પણ ધમકાવવાની પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...