દરખાસ્ત:કોટડાપીઠાથી રાયપર સુધીના રસ્તાને પેવર પટ્ટી બનાવો: માંગ

કોટડાપીઠા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ અને ધારાસભ્યને રજૂઆત પણ કોઈ નિરાકણ નહીં

બાબરા તાલુકાના કોટડાપીઠાથી રાયપર સુધી ત્રણ કિલોમીટરનો રસ્તા અત્યારે કાચો છે. જેના પર ખાડાઓ પડી ગયા છે. અહીથી સમઢીયાળા, રાયપર, સુકવળાના લોકો કોટડાપીઠા, આજકોટ અને જસદણ જવા માટે ઉપયોગ કરે છે. રસ્તા પર ખાડાના કારણે રાહદારી પરેશાન બન્યા છે. અહી પેવર પટ્ટી ડામર રસ્તો બનાવવા માટે સ્થાનિક લોકોએ સાંસદ અને ધારાસભ્યને અવાર- નવાર રજૂઆત કરી છે.

ગ્રામજનો વર્ષોથી રજુઆત કરતા આવ્યા છે. પણ હજુ સુધી અહી ડામર રોડ મંજુર થયો નથી. પણ અંતે તો પ્રજાજનોને હાડમારી વેઠવી પડે છે. ત્યારે કોટડાપીઠાથી રાયપર સુધીના રોડ પર પેવર પટ્ટી ડામર બનાવવા માટે ગ્રામજનોમાં માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...