પાણીનુ વિતરણ શરૂ:ખંભાળા, સુખપર અને વાંકિયાને નવું જોડાણ આપી મહિનું પાણી શરૂ કરાયું

બાબરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનિયમીત પાણી વિતરણથી પરેશાન હતી ગ્રામીણ પ્રજા

ઉનાળાનો અંત આવતા સુધીમા બાબરા તાલુકાના ખંભાળા, સુખપર અને વાંકીયા જેવા ગામોમા પાણી મુદે દેકારો હતો ત્યારે જિલ્લા સંકલન સમિતીની બેઠકમા રજુઆત બાદ આખરે આ ત્રણેય ગામોમા મહિ યોજનાનુ નવુ જોડાણ આપી પાણી વિતરણ શરૂ કરાયુ હતુ. ખંભાળા, સુખપર, વાંકીયા તથા આસપાસમા જસદણ તાલુકાના ગામડાઓમા મહિ યોજનાનુ પાણી અનિયમીત અને અપુરતુ મળી રહ્યું હતુ.

ખાસ કરીને ઉનાળામા અહીની જનતાને સતત હાડમારી વેઠવી પડી હતી. સ્થાનિક લોકોમાથી માંગ ઉઠતા વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરને રજુઆત કરવામા આવી હતી. અને તેમણે જિલ્લા સંકલનની બેઠકમા આ મુદે રજુઆત કરી હતી. આખરે આ ત્રણેય ગામોની નવી પાઇપ લાઇનનુ જોડાણ આપી આજે કોટઠાપીઠાથી તેના પાણીનુ વિતરણ શરૂ કરવામા આવ્યું હતુ.

ધારાસભ્ય ઠુંમરે જણાવ્યું હતુ કે કોટડાપીઠાથી થતા પાણી વિતરણમા 20 જેટલા ગામોનો સમાવેશ થાય છે. જેને દિવસો સુધી પાણી મળતુ ન હતુ. હવે અહી વિતરણ વ્યવસ્થા નિયમીત થઇ છે. પાણી વિતરણ સમયે જિલ્લા પંચાયત સદસ્ય પ્રભાતભાઇ કોઠીવાળ, ધીરૂભાઇ વહાણી, સુકવડા, ખંભાળા વિગેરે ગામના સરપંચ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...