હાલાકી:કોટડાપીઠા આરોગ્ય કેન્દ્રમાં અસુવિધા, સરકારી વાહનો ખુલ્લામાં પાર્ક થાય છે

કોટડાપીઠાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમ્પાઉન્ડ વોલ નથી, સ્ટાફ કવાર્ટર તેમજ પીએમ માટે પણ સુવિધા ઉભી કરવા માંગ

બાબરા તાલુકાના કોટડાપીઠામા આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા અસુવિધા જોવા મળી રહી છે. અહી કમ્પાઉન્ડ વોલ કે સરકારી વાહનો પાર્ક કરવા માટે તેમજ પીએમ કે સ્ટાફ કવાર્ટરની પણ સુવિધા નથી.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા પાછલા ઘણા સમયથી કમ્પાઉન્ડ વોલ નથી. જેના કારણે અહી પશુઓ પણ અડિંગો જમાવીને બેસી જાય છે. ચોમાસુ માથે છે ત્યારે અહી સરકારી વાહનો પણ ખુલ્લા મેદાનમા પડયા રહે છે. અહી સરકારી વાહન મુકવા માટે કોઇ પાર્કિંગની સગવડતા પણ નથી.

અહી કમ્પાઉન્ડ વોલ તેમજ વાહનો રાખવા મકાન બનાવવાની મંજુરી મળી છે પરંતુ હજુ સુધી કોઇ કામગીરી હાથ ધરાઇ નથી. અહી સ્ટાફ કવાર્ટર પણ નથી. જેના કારણે કર્મચારીઓને મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત પોસ્ટમોર્ટમ માટે પણ સુવિધા નથી. ભાવનગર રાજકોટ હાઇવે પસાર થતો હોય અનેક વખત જીવલેણ અકસ્માતેા સર્જાતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...