ક્રૂરતા:થોરખાણમાં અજાણ્યા શખ્સે ત્રણ આખલાને મોતને ઘાટ ઉતાર્યા

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાંડળિયામાં પણ આખલાને વાહન સાથે બાંધી ઢસડયાે: ગૌરક્ષકાે દોડી ગયા

બાબરા તાલુકાના થાેરખાણમા કાેઇ અજાણ્યા શખ્સાેઅે ત્રણ રેઢીયાળ અાખલાને માેતને ઘાટ ઉતારાયાની ઘટના બનતા ગાૈરક્ષકાે અને વનવિભાગના કર્મચારીઅાે ઘટના સ્થળે દાેડી ગયા હતા. અા ઉપરાંત અહીના વાંડળીયાની સીમમા પણ અેક પશુ પર ક્રુરતા અાચરવામા અાવી હાેવાની ઘટના સામે અાવતા અા બારામા ગાૈરક્ષકાેઅે સ્થાનિક પાેલીસ મથકમા જાણ કરાઇ હતી.થાેરખાણની સીમમા કાેઇ અજાણ્યા વાડી માલિકાેઅે ત્રણ અાખલાને વિજશાેક અાપી માેતને ઘાટ ઉતારી અવાવરૂ જગ્યામા ફેંકી દેવાયાની ઘટના બની હતી. જેને પગલે અમરેલી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના મૌલિકભાઈ તેરૈયા તેમજ વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

તો બીજી તરફ તાલુકાના વાંડળીયા ગામની સીમમાં એક આખલાને ક્રૂરતા પૂર્વક મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડવામા અાવી હતી. જયારે ભીલા ગામ પાસે પણ અેક અાખલાને વાહન સાથે બાંધી ઢસડયાે હતેા. બાબરા જીવદયા પરિવારના ગજેન્દ્રભાઈ શેખવા રમેશભાઈ તેરૈયા સહિતની ટીમ દોડી ગઈ હતી. અને તાત્કાલિક અસરથી ઈજાગ્રસ્ત આખલાને સારવાર કરી બાબરાની ગૌશાળા ખાતે રાખવામાં આવેલ છે. અબોલ પુશુઓ પર ક્રૂરતાપૂર્વક મારમારી મોતને ઘાટ ઉતારનાર તેમજ ગંભીર ઈજાઓ કરનાર વિરૂધ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે જીવદયા પરિવાર દ્વારા બાબરા પોલિસમાં અરજી આપવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...