ખેડૂતોને ફાયદો:રવિ પાકમાં ધરતીપુત્રોને પિયતની મુશ્કેલીઓ દુર થતાં રાહત અનુભવી

બાબરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાબરામાં કાળુભાર નદીમાં મહિનું પાણી છોડાયું

બાબરામાં કાળુભાર નદીમાં નર્મદાના નીર છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. આગામી રવિ પાકમા ખેડૂતોને પિયતની મુશ્કેલીઓ દુર થતા ખેડૂતોએ રાહત અનુભવી છે. બાબરામાં કાળુભાર નદીમાં નર્મદાનું નીર છોડવામાં આવતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. કાળુભાર નદી નર્મદાના પાણીના કારણે બે કાંઠે વહેવા લાગતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. ચાલુ ચોમાસે સારું રહેતા ખરીફ પાકમાં સારું ઉત્પાદન જોવા મળી રહ્યું છે.

પણ રવિ પાક મેળવવા માટે ખેડૂતોને પિયત માટે પાણીની મુશ્કેલી સતાવી રહી હતી. જેના કારણે રવીપાકમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો.કાળુભાર નદી બે કાંઠે વહેતી થતાં શહેરમાં તેમજ નદી કાઠે જમીન ધરાવતાં ખેડૂતો તેમજ ખાખરિયા, દરેડ અને જામબરવાળા ગામોની હજારો વિઘા જમીનને હવે ફાયદો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમા આમ તો મોટાભાગે ખેડૂતો કપાસ, મગફળીનુ વધુ વાવેતર કરતા હોય છે. તો અનેક ખેડૂતો જીરૂ, ઘઉં, ચણા સહિતના શિયાળુ પાકના વાવેતર પણ કરી રહ્યાં છે. ત્યારે મહિના પાણીથી ખેડૂતોને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...