કોર્ટેનો હુકમ:ચેક રીટર્ન કેસમાં કોર્ટે કોન્ટ્રાકટરને 1 માસની સાદી કેદની સજા ફટકારી

બાબરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચમારડીના યુવાને રૂપિયા 13 લાખ હાથ ઉછીના આપ્યા હતા

બાબરા તાલુકાના ચમારડીમા રહેતા એક યુવકે કન્સ્ટ્રકશનના ધંધા સબબ બાબરાના એક કોન્ટ્રાકટરને રૂપિયા 13 લાખ હાથ ઉછીના આપ્યા હતા. જો કે તેમણે આપેલ ચેક બેંકમાથી રીટર્ન થતા તેની સામે કોર્ટમા ફરિયાદ નોંધાવાઇ હતી. કોર્ટમા કેસ ચાલી જતા કોર્ટે કોન્ટ્રાકટરને એક વર્ષની સાદી કેદ અને પાંચ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.

જસમતભાઈ બાવાભાઈ ચોવટિયાએ બાબરાના ભરતભાઇ અમરશીભાઈ કરકરને પોતાના કન્ટ્રક્શનના વ્યવસાયમાં હાથ ઉછીના રૂપિયા 13 લાખ આપેલ હતા. જે સમય મર્યાદામાં નહિ આપતા અને જસમતભાઇને આપેલ ચેક બેંકમાં રિટન થતા તેમણે બાબરા કોર્ટમાં ચેક રિટનની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

જેનો કેસ ચાલી જતા એડવોકેટ જીતુભાઇ જલવાની અને વશરામભાઈ સુસરાની ધારદાર દલીલોના કારણે બાંધકામના ધંધાર્થી ભરતભાઇ અમરશીભાઈ કરકરને એક વર્ષની સાદી કેદની સજા અને પાંચ હજારનો નો હુકમ બાબરા કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. તેમજ આરોપી દ્વારા દંડની રકમ ભરવામાં ન આવે તો વધુ ચાર માસની સાદી કેદ ભોગવવાનો હુકમ પણ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...