હુકમ:ચેક રીટર્ન કેસમાં કોર્ટે 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી

બાબરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાયપરના માતા- પુત્રએ આપેલો ચેક રિટર્ન થતાં ફરિયાદ નોંધાઇ હતી
  • 30 દિવસમાં મુળ રકમ અને 9 ટકા વ્યાજ ચુકવવાનો પણ હુકમ કર્યો

બાબરા તાલુકાના રાયપરમા રહેતા એક યુવાને અહી જ રહેતા એક યુવક અને તેના માતાને હાથ ઉછીના રૂપિયા 50 લાખ આપ્યા હતા. વારંવાર ઉઘરાણી કરાતા આ યુવકે આપેલ ચેક બેંકમાથી રીર્ટન થતા તેની સામે કોર્ટમા ફરિયાદ કરાઇ હતી. આજે બાબરા કોર્ટે માતા પુત્રને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. રાયપરમા રહેતા બાવચંદભાઇ કલ્યાણભાઇ ત્રાપસીયાએ અહી જ રહેતા ભાવેશભાઇ અરજણભાઇ હિરપરા તેમજ તેમના માતા કાંતાબેન અરજણભાઇ હિરપરાને હાથ ઉછીના રૂપિયા 50 લાખ આપ્યા હતા. બાવચંદભાઇએ નાણાની ઉઘરાણી કરતા ભાવેશ દ્વારા સમય મર્યાદામા નાણા ચુકવ્યા ન હતા.

બાદમા ભાવેશે 35 લાખ અને 15 લાખ એમ બે ચેક આપ્યા હતા. બાવચંદભાઇએ આ બે ચેક તેના ખાતામા નાખતા ચેક રીર્ટન થતા તેમણે બાબરા કોર્ટમા ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે કેસ ચાલી જતા વકિલ હિતેષ મીઠાપરાની દલીલોને માન્ય રાખી કોર્ટે ભાવેશ અરજણભાઇ હિરપરા અને તેના માતા કાંતાબેન એમ બંનેને બે વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત 30 દિવસમા મુળ રકમ તેમજ 9 ટકા વ્યાજ ચુકવવા પણ હુકમ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...