તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:બાબરામાં પંચાયત-પાલિકાના ચૂંટાયેલા, પરાજીત કાેંગી ઉમેદવારાેની બેઠક મળી

બાબરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધારાસભ્ય ઠુંમરે ઉમેદવારાેને પ્રજાની વચ્ચે રહી કાર્ય કરવા અનુરાેધ કર્યાે

બાબરામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસનું ધોવાણ થઈ હતું. અહી તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 7 બેઠક મળી હતી. નગરપાલિકામાં 6 બેઠક મળી હતી. જયારે જિલ્લા પંચાયતની કુલ 3 બેઠકમાંથી માત્ર 1 કોટડાપીઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા. ત્યારે અાજે ચુંટાયેલા અને પરાજીત ઉમેદવારાેની અેક બેઠકનુ અાયાેજન કરાયુ હતુ.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર વિધાનસભાનું સત્ર પૂર્ણ થતાં બાબરા ખાતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં પરાજિત અને વિજેતા ઉમેદવાર તેમજ સ્થાનિક કોંગ્રેસનાના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. અને વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા. પરાજિત ઉમેદવારને સોનેરી શીખ આપી જણાવ્યું હતું કે ચૂંટણીમાં હાર જીત થતી રહેતી હોય છે, કોઈ ઉમેદવારને નિરાશ થવાની જરૂર નથી. જાેમ અને જુસ્સા સાથે આગળ કામ કરતું રહેવાનું અને પ્રજા વચ્ચે રહી લોકોના કામ કરતા રહેવાનુ છે.

આ બેઠકમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટિયા,જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ, લાઠી તાલુકા કોંગ્રેસના પ્રમુખ આંબાભાઈ કાકડીયા,બાબુભાઇ કારેટિયા,મુસાભાઈ પરમાર, ધીરૂભાઈ વહાણી, રાજુભાઇ કનાળા, પારસભાઈ મકવાણા, ઉકેસભાઈ શિયાણી સહિત ગ્રામ પંચાયતના સરપંચ સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તસવીર- રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો