તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકાની કડક કાર્યવાહી:બાબરામાં નોટીસ બાદ પણ બાકી વેરાે ન ભરતાં 10 દુકાન સીલ કરાઇ

બાબરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાની વેરા વસુલાતની કડક કાર્યવાહીથી બાકીદારાેમાં ફફડાટ: આગામી દિવસોમાં ઝુંબેશ શરૂ રહેશે

બાબરા નગરપાલિકામાં લોકોનો વેરો ઘણા વર્ષો બાકી હોય અને પાલિકા દ્વારા અનેક વખત નોટિસો આપવા છતાં લોકો વેરો ભરવા માટે આગળ નહિ આવતા પાલિકા દ્વારા મિલકતને સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી. અાજે પાલિકાઅે 10 દુકાનાેને સીલ મારી દેતા બાકીદારાેમા ફફડાટ ફેલાયાે હતાે.

બાબરા નગરપાલિકાના ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલા દ્વારા શહેરના તમામ રહેણાંક અને બિન રહેણાંકના વેરા બાકી હાેય બાકીદારાેની યાદી બનાવી તમામને આખરી નોટિસ આપી સમય મર્યાદામાં વેરો ભરવાની તાકીદ કરવામાં આવી હતી. તેમ છતાં લોકોએ અને વેપારીઓ વેરો નહિ ભરતા નગરપાલિકાએ આકરા પગલાં લીધા હતા. અાજે અહીની મુખ્ય બજારમા 10 દુકાનાેને સીલ મારી દેવામા અાવ્યા હતા.

નગરપાલિકાના વેરા શાખાના અધિકારી ધર્મેન્દ્રભાઈ વાળાએ જણાવ્યું હતું કે બાબરામાં વેરા વસુલાત માટે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા ખાસ ટીમ બનાવી છે. જે વેરા બાકી મિલકત ધારકોને નોટિસ આપવાની તેમજ બાકી વેરો વસુલાત કરવાની કામગીરી કરી રહી છે. તેમજ હજુ વેરા વસુલાત માટે આગળ વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. દુકાનોને સિલ માર્યા બાદ નળ કનેકશન કાપવા સહિત આવશ્યક સેવાઓ પણ પાલિકા દ્વારા બંધ કરવામાં આવશે હાલ પાલિકાના અશ્વિનભાઈ સરવૈયા, ધર્મેન્દ્ર વાળા, જીજ્ઞેશભાઈ નિમાવત, કેતાનભાઈ ચૌહાણ, પ્રભાતસિંહ સોલંકી, પ્રતિભાઈ સોલંકી, ઋષિકભાઈ રાવલ,સલીમભાઈ ઓઠા, નાનુભાઈ ગમારા સહિત વેરા વસુલાતની કામગીરી કરી રહ્યાં છે. તસવીર- રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો