ખેડૂતને ફાયદો:બાબરામાં સૌની યોજના લીંક-4માંથી પાણી છોડાયું

બાબરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝીંઝવડી નદીમાં પાણી છોડાતા150 ખેડૂતને સીધો ફાયદો થશે

બાબરા તાલુકામાં રવીપાક માટે ખેડૂતોને પિયતની તાતી જરૂર છે. કારણ કે પિયત વગર જીરૂ,ઘઉં, ચણા, ધાણા સહિતના રવીપાકને ભારે નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ત્યારે સ્થાનિક ખેડૂતો દ્વારા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન નીતિનભાઈ રાઠોડને રજુઆત કરતા તેઓ દ્વારા તાત્કાલિક અસરથી પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાને રજુઆત કરવામા આવી હતી. જેને પગલે આજરોજ અહીની ઝીંઝવડી નદીમા સૌની યોજનાનુ પાણી છોડવામા આવ્યું હતુ.

જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન નીતિનભાઈ રાઠોડે જણાવ્યું હતું કે પાણી પુરવઠા પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાએ ખેડૂતોના હિત માટે મહામુસીબતે પક્વેલ રવિ પાક પાણીના કારણે નિષ્ફળ ન જાય માટે અધિકારીઓને સૂચના આપી અહીની ઝીંઝવડી નદીમાં પાણી છોડવાનું કહેવામાં આવતા આજે પાણી છોડાયું છે. જેના કારણે અહીં આસપાસના 150 જેટલા ખેડૂતોને ખેતરને પિયતનો સીધો લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...