આખલાનો ત્રાસ:બાબરામાં બે આખલા લડતા લડતા ટ્રક હેઠળ ઘુસી ગયા

બાબરા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહામુસીબતે આખલાને ટ્રક હેઠળથી બહાર કઢાયો આખલાના ત્રાસથી પ્રજા પરેશાન

બાબરામા પાછલા ઘણા સમયથી રેઢીયાર આખલાના ત્રાસથી લોકો તોબા પોકારી ઉઠયાં છે. ત્યારે આજે બે આખલા વચ્ચે હાઇવે પર જ લડાઇ જામી હતી. આ બંને આખલા લડતા લડતા ટ્રક હેઠળ ઘુસી ગયા હતા. મહામુસીબતે લોકોએ એક આખલાને ટ્રક હેઠળથી બહાર કાઢયો હતો.

શહેરમા રેઢીયાર આખલાનો ત્રાસ વધી પડયો છે. અહી થોડા દિવસ પહેલા પણ હાઇવે પર આખલાની લડાઇ જામી હતી જેના પગલે રાહદારીઓમા દોડધામ મચી ગઇ હતી. ત્યારે આજે પણ હાઇવે પર બે આખલાઓ વચ્ચે લડાઇ જામી હતી. અહીથી પસાર થતા એક તોતીંગ ટ્રક હેઠળ બે આખલા ઘુસી ગયા હતા. જો કે ટ્રકની ગતિ ધીમી હોવાથી આખલાને નાની મોટી ઇજા પહોંચી હતી.

અડધી કલાકની જહેમત બાદ આખલાને ટ્રક હેઠળથી બહાર કાઢવામા આવ્યો હતો. અહીથી ભાવનગર રાજકોટ હાઇવે પસાર થતો હોય અહી દરરોજ રેઢીયાર આખલાઓ રખડતા નજરે પડી રહ્યાં છે. અવારવાર આખલાઓ લડતા હોવા છતા તંત્ર દ્વારા આ દિશામા કોઇ કાર્યવાહી કરવામા નથી આવતી. ભુતકાળમા અનેક વખત રેઢીયાર આખલાએ લોકોને ઢીંકે ચડાવી તેમજ વાહનોમા પણ નુકશાન પહોંચાડયુ છે. ત્યારે તંત્ર દ્વારા તાકિદે શહેરમા રખડતા આખલાઓને દુર ખસેડવાની કામગીરી કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...