રજૂઆત:કોરોના સંક્રમણ અટકાવવું હોય તો બુધવારી બજાર બંધ કરાવો : ચેમ્બર

બાબરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના નિયમોનું પાલન ન થતા કલેકટરને રજૂઆત કરાઇ

બાબરામાં દર બુધવારે ગુજરી બજાર ભરાઈ રહી છે. અહી કોરોના કાળમાં ગાઈડલાઈનનું પાલન થતું નથી. શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે બુધવારી બજારને બંધ કરાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સે જિલ્લા કલેકટરને પત્ર લખી રજૂઆત કરી હતી.બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુનાભાઈ મલકાણે જણાવ્યું હતું કે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જિલ્લામાં કોરોનાનો પગપેસારો થઈ ગયો છે. બાબરા શહેરમાં પણ કોરોનાના કેસ આવી રહ્યા છે. આવા સમયે શહેરમાં દર બુધવારે ભરાતી બજારમાં તાલુકા મથકમાંથી હજારો લોકો હટાણું કરવા આવે છે.

કોરોના મહામારી વચ્ચે અહી આવતા વેપારી અને ખરીદાર્થી માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી.આવા સમયે બાબરામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે આકરા પગલા જરૂરી છે. શહેરમાં કોરોના ગાઈડલાઈન ઉલાળી કરનાર સામે કોઈ કાર્યવાહી થતી નથી. બાબરાને કોરોનાનું હોટસ્પાેટ બનતું અટકાવવા માટે કોરોના નિયમો પાળવા જરૂરી છે. આવા સમયે બાબરામાં દર બુધવારે ભરાતી બજારને બંધ કરવા તેમણે જિલ્લા કલેકટરને પત્ર લખી માંગણી કરી હતી. શહેરવાસીઓના આરોગ્ય કલ્યાણ માટે આ નિર્ણય લેવો જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...