રજૂઆત:બાબરામાં સફાઇ કામદારોની જુદી-જુદી માંગણી નહી સંતોષાય તો સફાઇ નહીં થાય

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સફાઇ કામદારોની મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત: અનેક વાર રજૂઆત છતાં પ્રશ્નનો હલ નહીં

બાબરામા પાછલા કેટલાક સમયથી સફાઇ કામદારાેની જુદીજુદી માંગણીઅાે સંતાેષવામા અાવતી ન હાેય અાજે સફાઇ કામદારાેઅે મામલતદારને અાવેદનપત્ર પાઠવી ઉગ્ર રજુઅાત કરી હતી. તેમજ માંગણી ન સંતાેષાય તાે શહેરમા સફાઇ બંધ રહેશે તેવી પણ ચિમકી ઉચ્ચારવામા અાવી હતી. સફાઇ કામદારાેઅે મામલતદારને પાઠવાયેલા અાવેદનમા જણાવાયું હતુ કે સફાઇ કામદારાેની જુદીજુદી માંગણીઅાેનાે કાેઇ ઉકેલ અાવતાે નથી. વેતન વધારાે, કાયમી કરવા, મૃત્યુ પામ્યા હાેય તેવા કર્મચારીઅાેને પાેતાના હક હિસ્સા અાપવા વિગેરે પ્રશ્નાે વણ ઉકેલ્યા છે. શહેરમા પંદર દિવસથી ભુગર્ભ ગટરના સફાઇ કામદારાે પણ ઉપવાસ પર છે પરંતુ કાેઇ ઉકેલ અાવતાે નથી.

અાગામી પાંચ દિવસમા પ્રશ્નનાે કાેઇ ઉકેલ નહી અાવે તાે 20મી તારીખથી સફાઇ કામદારાે હડતાલ પર ઉતરી જશે. તેમજ શહેરમા સફાઇની કાેઇ કામગીરી કરવામા નહી અાવે તેવી પણ ચિમકી ઉચ્ચારવામા અાવી હતી. વધુમા જણાવાયું હતુ કે 30 વર્ષ થયા તેમ છતા પેન્શન પણ મળતુ નથી.બાબરા સફાઈ કામદાર સંઘના પ્રમુખ મુન્નાભાઈઅે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ કામદારોનું નગરપાલિકા શોષણ કરી રહી છે. જુદાજુદા પ્રશ્નો અંગે અનેકવાર રજૂઆતો કરેલ છે. તેમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી. તસવીર-રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...