કાર્યક્રમોનું આયોજન:બગસરામાં આપાગીગા મંદિર ખાતે ગુરૂપુર્ણિમાં ઉજવણી થશે

બાબરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરતી, હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞ સહિતના કાર્યક્રમોનું આયોજન

બગસરામા આવેલ સુપ્રસિધ્ધ આપાગીગા ગાદી મંદિર ખાતે પરંપરાગત રીતે ગુરૂપુર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામા આવશે. અહી આરતી, હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞ, ગુરૂપુજન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાશે. બગસરામા આપાગીગા ગાદી મંદિરના મહંત પુ.જેરામબાપુના સાનિધ્મા તારીખ 13/7ને ગુરૂવારે ગુરૂપુર્ણિમા મહોત્સવ ઉજવાશે.

અહી સવારે 7 કલાકે મંગળા આરતી, 7:30 કલાકે હનુમાન ચાલીસા હોમાત્મક યજ્ઞ, સવારે 8 કલાકે પાદુકા પુજન, 9:30 કલાકે ગુરૂપુજન અને 10 કલાકે પ્રસાદ તેમજ બપોરે 4:30 કલાકે સત્યનારાયણ ભગવાનની કથાનુ આયોજન કરવામા આવ્યું છે.

ગુરૂપુર્ણિમા મહોત્સવને સફળ બનાવવા માટે ગાદી મંદિરના કોઠારી હરિબાપુ સહિત સેવકગણ દ્વારા જહેમત ઉઠાવવામા આવી રહી છે. અહી જિલ્લાભરમાંથી મોટી સંખ્યામા ભાવિકો દર્શનનો લાભ લેશે.

બાબરા તાપડિયા આશ્રમે ધાર્મિક કાર્યક્રમો
તાપડીયા આશ્રમ ખાતે પુ.ઘનશ્યામદાસબાપુના સાનિધ્યમા ગુરૂપુર્ણિમા ઉજવાશે. અહી પુ.તાપડીયાબાપુ તેમજ પુ.દયારામબાપુનુ ગુરૂપુજન, પ્રસાદ, કથા તેમજ રાત્રીના સંતવાણી યોજાશે જેમા બિપીનભાઇ, વિજયદાન ગઢવી, મનીષાબેન પટેલ સહિત કલાકારો સંતવાણી રજુ કરશે.

અન્ય સમાચારો પણ છે...