તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:બાબરામાં સૌની યોજના હેઠળ થતા કામમાં ખેડૂતોને પુરૂં વળતર આપો

બાબરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોન્ટ્રાકટરે ખેડૂતો પાસેથી પાકના વાવેતરમાં ફેરફારના લખાણ કર્યા : ખેડૂતની પીએસઆઇને રજુઆત

બાબરા તાલુકાના ધારપરાના ખેડૂત અલ્પેશભાઇ ચોવટીયાએ જણાવ્યું હતું કે બાબરા પંથકમાં સરકાર દ્વારા સૌની યોજના હેઠળ પાણીની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. પણ સરકારના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની કામગીરીમાં ગેરરીતિના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. અહીં ખેડૂતોને પૂરતી જાણકારી આપ્યા વગર જ સહીઓ લેવાય છે. કોન્ટ્રાક્ટરે ખેડૂતોને ધમકી આપી પાકના વાવેતરમાં ફેરફાર કરાવી લીધા છે. તેમજ પૂરતું વળતર પણ આપવામાં આવ્યું નથી.

વધુમાં જણાવ્યું હતું કે કામગીરી કરેલ જગ્યા પર રસ્તાઓ રીપેરીંગ કરાયા નથી. અહીં જમીન લેવલ પણ થયું નથી. જેના કારણે જમીન બેસી જવાની ઘટનાઓ બને છે. જમીનમાંથી પથ્થર પણ હટાવવામાં આવ્યા નથી. આ ઉપરાંત ધાક-ધમકીના જોરે માપ કરતાં વધુ જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. બાબરા પંથકના ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ખેડૂતો માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો