તંત્ર જાગ્યું:આખરે લુણકી ગામે બિસ્માર પુલની મરામત શરૂ થઇ જતાં લોકોમાં રાહત

બાબરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો દ્વારા ઉગ્ર રજુઆત કરાતા તંત્ર જાગ્યું: વર્ષો અગાઉ એક શિક્ષકાનું મોત થયુ"તું

બાબરા તાલુકાના લુણકી ગામે પાછલા ઘણા સમયથી પુલ બિસ્માર હાલતમા હોય ગ્રામજનો દ્વારા ઉગ્ર રજુઆત કરવામા આવતા આખરે તંત્ર દ્વારા આ પુલની મરામત કામગીરી હાથ ધરતા ગ્રામજનોએ રાહત અનુભવી છે.

અમરેલી બાબરા માર્ગ પર આવેલ લુણકી ગામ નજીક પુલ તદન જર્જરિત હાલતમા બની ચુકયો હતો. અહી પુલ પર મોટુ ગાબડુ પણ પડી ગયુ હતુ. જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી હતી. જો કે તંત્ર દ્વારા ગાબડાની બુરી દેવાયુ હતુ. પરંતુ થોડા સમય બાદ ફરી એ જ સ્થિતિ સર્જાઇ હતી. ફરી ગ્રામજનો દ્વારા રજુઆત કરવામા આવી હતી. આખરે તંત્રએ આ બિસ્માર પુલની મરામત કામગીરી હાથ ધરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...