લુણકી ગામે પુલ જર્જરિત:કોઇ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ : યોગ્ય સમારકામ કરો

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાબરા તાલુકાના લુણકી ગામે પાછલા કેટલાક વર્ષોથી પુલ જર્જરિત હાલતમા બની ગયો છે. તંત્ર દ્વારા માત્ર ગાબડા બુરવામા આવી રહ્યાં હોય વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે. ત્યારે યોગ્ય સમારકામ કરવામા આવે તેવી માંગ ઉઠી છે.

લુણકીમા જર્જરિત પુલની સમસ્યાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. થોડા દિવસ પહેલા પણ આ પુલ પર ગાબડુ પડી ગયુ હતુ. જો કે તંત્રએ માત્ર ગાબડુ બુરી દીધુ હતુ. પરંતુ ફરી ગાબડુ પણ બેસી જતા અહીથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે.

લુણકી ગામે આ માર્ગ પર જ થોડા વર્ષો પહેલા એક મોટો પુલ બેસી ગયો હતો અને અકસ્માત સર્જાયો હતો જેમા એક વ્યકિતનો ભોગ પણ લીધો હતો. ત્યારે આવો કોઇ બનાવ ન બને તે પહેલા આ જર્જરિત પુલનુ યોગ્ય સમારકામ કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે. તસવીર- રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...