રોષ:બળેલ પીપળિયામાં ખેતીવાડી વીજળીમાં લો-વોલ્ટેજની સમસ્યાથી ખેડૂતોનો હલ્લાબોલ

બાબરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો બાબરા કચેરી ખાતે ધસી આવ્યા : આગામી દિવસોમાં આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી

બાબરા પંથકમા હાલ ખેડૂતો દ્વારા કપાસ મગફળી સહિત મગ,ચણા, ઘઉં સહિના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. પણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો સમય મર્યાદામાં તેમજ લો-વોલ્ટેજ આવતો હોવાથી ખેડૂતોને રાત દિવસના ઉજાગર થઈ રહ્યા છે. અને પોતાના પાકમા પિયત નહિ થતું હોવાથી ચિંતા સતાવી રહી છે. અનેકવાર ખેડૂતો દ્વારા બાબરા ખાતે પીજીવીસીએલની કચેરીમાં રજુઆત કરેલ પણ ફરિયાદ ધ્યાને નહીં લેવામાં આવતા ખેડૂતો રોષે ભરાય હતા.બળેલ પીપળીયાના આશરે 50 થી વધુ જેટલા ખેડૂતોએ બાબરા પીજીવીસીએલ કચેરીમાંમાં ધામા નાખી હલ્લાબોલ કર્યો હતો. જેના કારણે અધિકારીઓ હરકતમા આવી ગયા હતા.

ખેડૂતો વીજ પ્રશ્નને લઈ પીજીવીસીએલની કચેરીએ આવેલ હોવાની જાણ થતા રાજકીય આગેવાન પણ અહી દોડી ગયા હતા. અને જવાબદાર અધિકારીને કડક સૂચનાઓ આપી હતી. બળેલ પીપળીયા ગામ તેમજ તાલુકાના અન્ય ગામોના ખેતરમાં વીજ પ્રશ્ન તાકીદે હલ કરવામાં આવે.

જો તંત્ર ખેડૂતોના પ્રશ્ન નિવારણ માટે ઢીલાશ બતાવશે તો આગામી દિવસોમાં કચેરી સામે ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી. હાલ ખેતીમાં પાકની સિઝન ચાલી રહી છે. ખેડૂતો ખરીફ પાક તેમજ શિયાળુ પાક લેતા હોય છે. ત્યારે પાણી અને લાઈટ સમય મર્યાદામા મળે તો ખેડૂત અપેક્ષિત પાક મેળવી શકે. અધિકારીઓ દ્વારા આ પ્રશ્ન ઉકેલવાની ખાતરી મળતા હાલ ખેડૂતોએ રાહત અનુભવી છે. તસવીર-રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...