બાબરા તાલુકાના ખેડૂતોને કપાસનો પુરતેા ભાવ મળી રહ્યો ન હોય આજે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયુ હતુ. આ ઉપરાંત સૌની યોજના મારફત નદી અને તળાવોમા પાણી ભરવા પણ માંગ કરવામા આવી હતી.
બાબરા માર્કેટીંગયાર્ડમાં તાલુકા અને જિલ્લા કિસાનના અગ્રણીઓએ ખેડૂતોની એક બેઠક બોલાવી હતી. જેમાં ખેડૂતોને કપાસના મળતા અપૂરતા ભાવ તેમજ સૌની યોજના મારફત તાલુકાના તળાવો નદીઓ અને ચેકડેમ ભરવા મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી.
બાબરા તાલુકા અને જિલ્લા કિસાનસંઘના અગ્રણીઓએ જણાવ્યું હતું કે હાલ ખેડૂતોને કપાસનો ભાવ ખુબજ ઓછો અને અપૂરતો મળી રહ્યો છે જો કે કપાસ સારી ગુણવત્તાનો આવતો હોવા છતાં ખેડૂતો સાથે આ પ્રકારનો અન્યાય કિસાન સંઘ ક્યારેય ચલાવી નહી લે અને કપાસનો ભાવ પૂરતો મળે તે માટે કિસાન સંઘને લડવું પડે તો લડશે. હાલ બાબરા સહિત સમગ્ર જિલ્લાના યાર્ડમાં કિસાન સંઘ દ્વારા જણાવ્યું છે કે ખેડૂતોના કપાસની હરરાજી રૂપિયા બે હજારથી શરૂ કરવામાં આવે જેથી ખેડૂતોને પોતાના કપાસનો પૂરતો ભાવ મળે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.