બાબરમાં પાછલા કેટલાક દિવસોથી પવનચક્કીના કોન્ટ્રાકટરો દ્વારા જુદાજુદા ગામોમા વૃક્ષોનુ નિકંદન અને ફોરેસ્ટ વિભાગના ઝાડને પણ નુકશાન પહોંચાડવાની ઘટના બની છે ત્યારે આ મુદે મામલતદારને આવેદન પાઠવી જવાબદારો સામે પગલા લેવા માંગ કરાઇ છે. આ મુદે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના કારોબારી સદસ્ય ગજેન્દ્રભાઇ શેખવા અને અન્ય પ્રકૃતિપ્રેમીઓ દ્વારા અપાયેલા આવેદનમા જણાવાયું છે કે જુદાજુદા ગામોમા પવનચક્કી ઉભી કરવાનુ કામ ચાલી રહ્યું છે. જેમા કંપનીઓ દ્વારા પરવાનગીની શરતોનો ભંગ કરાયો છે.
આ કંપનીઓ દ્વારા મનમાની રીતે સીમમા રસ્તો બનાવાઇ રહ્યાં છે અને નદીઓના વહેણને પણ નુકશાન કરાઇ રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમા ખાનગી કંપનીઓના માણસો દાદાગીરી કરી ખેડૂતોના શેઢા, પાળા તથા ઉભા પાકને પણ નુકશાન પહોંચાડે છે. એટલુ જ નહી મોટા દેવળીયામા રીઝર્વ ફોરેસ્ટના વૃક્ષો પણ કાપી નખાયા હતા. પવનચક્કી ઉભી કરવાનુ કામ કરતા લોકો ખનીજ ચોરીનુકામ પણ કરી રહ્યાં છે. વિભાગ દ્વારા આ કંપનીઓને મામુલી કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.