તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:બાબરા,લીલિયામાં વેક્સિનેશન માટે યુવાનોમાં ઉત્સાહ, આ ઉત્સાહ કોરોનાને હરાવશે

બગસરા/ લીલીયા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાબરા - Divya Bhaskar
બાબરા
  • રસીકરણની કામગીરી શરૂ થતા જ યુવાનો હોંશેહોંશે સેન્ટર પર પહોંચી રહ્યાં છે

બાબરામાં અર્બન હેલ્થ સેન્ટર અને લીલીયાની કન્યા શાળા ખાતે વેક્સીનેશન માટે યુવાનોની લાંબી લાઈનો લાગી હતી. જિલ્લામાં યુવાનો માટે કોરોના રસીકરણની કામગીરી શરૂ થતા યુવાનો હોશેહોંશે રસીકરણ માટે સેન્ટર પહોંચી રહ્યા છે.બાબરામાં 18 થી 45 વર્ષ સુધીના યુવા માટે રસીકરણ શરૂ કરાયું છે. સવારથી સિવીલ હોસ્પિટલમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર બહાર વેક્સીન લેવા માટે યુવાનોની ભીડ જામે છે. આરોગ્ય વિભાગની સુદ્રઢ કામગીરીના પગલે યુવાનોમાં વેકસીનેશન અંગે જાગૃતિ જોવા મળે છે.

લીલિયા
લીલિયા

દરરોજ 200 વ્યક્તિને કોરોનાની રસી આપવામાં આવી રહી છે અને કોટડાપીઠામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યુવાનો માટે વેકશીનેશન શરૂ કરાયું છે. કલોરાણા, વાવડા અને ગરણી સહિતના ગામોમાંથી યુવાનો કોરોના રસીકરણ માટે ઉત્સાહભેર પહોંચી રહ્યા છે. અહીં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ હશે તે યુવાનોને જ કોરોના રસી આપવામાં આવશે તેવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોટડાપીઠાની યાદીમાં જણાવાયું હતું.

બીજી તરફ લીલીયામાં કન્યા શાળામાં આરોગ્ય અધિકારી સિદ્ધપુરાના માર્ગદર્શન હેઠળ વેક્સીન સેન્ટર કાર્યરત કરાયું છે. યુવાનો માટે રસીકરણ શરૂ થતા સેન્ટર બહાર લાઈનો લાગી હતી. શરૂઆતમાં રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી જોવા મળી હતી. પણ આરોગ્ય વિભાગનું ધ્યાન દોરવામાં આવતા રજીસ્ટ્રેશન માટે પડતી તકલીફો દૂર કરાઈ હતી. અને વેકસીનેશનનો પ્રારંભ કરાયો હતો. તસ્વીર- રાજુ બસીયા, મનોજ જોષી

અન્ય સમાચારો પણ છે...