રજૂઆત:પોસ્ટ વિભાગની બેદરકારીથી લોકો સુધી ડોક્યુમેન્ટ પહોંચી શકતા નથી

બાબરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જન જાગૃતિ દેવીપૂજક સમાજ સેવા ટ્રસ્ટની પોસ્ટ માસ્તરને રજૂઆત

બાબરાના ખંભાળા ગામે પોસ્ટ ઓફિસ આવેલી છે. જેની નીચે પાંચ ગામનો સમાવેશ થાય છે. પણ અહી કર્મચારીઓની બેદરકારીના કારણે લોકોના અગત્યના ડોંક્યુમેન્ટ ઘર સુધી પહોંચતા નથી. જેના કારણે સામાન્ય લોકોને પરેશાની વેઠવી પડે છે. ત્યારે જવાબદાર કર્મચારી સામે કાર્યવાહી કરવા જન જાગૃતિ દેવીપૂજક સમાજ સેવા ટ્રસ્ટે અમરેલી હેડ પોસ્ટ માસ્તરને રજૂઆત કરી હતી.

સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ વાઘેલાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ખંભાળામાં પોસ્ટ ઓફિસ અંડરમાં પાંચ ગામો આવેલા છે. અહી સરકારના જુદા જુદા વિભાગોની લોકોને ટપાલો આવે છે. જેમાં આધારકાર્ડ, લાયસન્સ, પાનકાર્ડ, એટીએમ કાર્ડ જેવા મહત્વાના દસ્તાવેજ પોસ્ટ મારફત આવે છે. પણ કર્મચારીઓની કામચોરીના કારણે લોકોના દસ્તાવેજ પરત સરકારી કચેરી ખાતે જતા રહે છે.

જેના કારણે લોકોને એક ડોંક્યુમેન્ટ માટે સરકારી કચેરી ખાતે ધક્કા ખાવા પડે છે. અને નાણાં અને સમયનો વેડફાટ કરવો પડે છે. આ ઉપરાંત અનેક પ્રકારની હાડમારી વેઠવી પડે છે. તેમજ દસ્તાવેજના અભાવે લોકોના અગત્યના કામ અટકી પડે છે.

અન્ય સમાચારો પણ છે...