કામગીરી:બાબરાના નડાળામાં સ્મશાનમાં વિવિધ કામ માટે 12 લાખનું દાન

બાબરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્મશાનમાં છાપરી, સ્ટોરેજ રૂમ, પેવર બ્લોક સહિતની કામગીરી કરાશે

બાબરા તાલુકાના બાબરાના નડાળામાં સ્મશાનમાં છાપરી, સ્ટોરેજરૂમ, પેવર બ્લોક રોડ, ફરતે કમ્પાઉન્ડ દીવાલ અને પાણીની સુવિધા માટે બોર માટે દાતા મનીષભાઈ નાથાભાઈ પીઠડીયાએ 12 લાખનું દાન કર્યું હતું. સાથે સાથે સ્મશાન ગૃહના કામ માટે તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ કટારીયા અને તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ બુટાણીએ દાતાને રૂપિયા 3.60 લાખનો ચેક અર્પણ કર્યો હતો.નડાળામાં 15.60 લાખના ખર્ચે સ્મશાનમાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે. નડાળાના માજી સરપંચ હિતેષભાઈ, વિસ્તરણ અધિકારી વિક્રમભાઈ દેથળિયા અને ટેકનિકલ આસિસ્ટન્ટ કુશલભાઈ મારૂ વિગેરે ચેક અર્પણ સમયે ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં કામગીરી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...