તપાસ:યુવાનની આત્મવિલોપનની ચીમકીથી તંત્રમાં દોડધામ

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાબરા તાલુકાના ગમા પીપળીયાના દલિત યુવાન કિશોરભાઈ ખુમાણે તાલુકા પંચાયતમાં રજૂઆત કરી મફત પ્લોટની માંગણી કરી હતી. પણ આ મુદ્દે તેમને અન્યાય થયાનું લાગી આવ્યું હતું. જેના કારણે તેણે તાલુકા પંચાયત કચેરી ખાતે આજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેથી તંત્રમાં દોડધામ શરૂ થઈ હતી.

આત્મવીલોપનની ચીમકીના પગલે તાલુકા પંચાયત કચેરી ખાતે જંગી પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. તો એમ્બ્યુલન્સ, અમરેલી અને બાબરાના ફાયર ફાયટરને પણ સ્ટેન્ડ બાય રખાયા હતા. ઉચ્ચ અધિકારીઓએ તાલુકા પંચાયત કચેરીમાં ધામા નાખી દીધા હતા. પણ અંતે દલિત સમાજના આગેવાનો અને સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર તેમજ અધિકારીઓ વચ્ચે એક બેઠક મળી હતી. તેમાં સમાધાનનો રસ્તો અપનાવી મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...