બાબરા તાલુકાના કોટડાપીઠાથી ઉંટવડની વચ્ચે શીતળા માતાના મંદિર પાસે બાઈક આડે શ્વાન ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ડોક્ટરનું મોત નિપજ્યું હતું. મંદિરે દર્શન કરવા જઈ રહેલા ડોક્ટરને અકસ્માત નડ્યો હતો. બાબરા- રાજકોટ હાઈવે પર અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. કોટડાપીઠા નજીક ડો. રસિકભાઈ સાવલીયા બાઈક લઈને મંદિરે દર્શન અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈક આડે શ્વાન પડ્યું હતું.
જેને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો.અને બાઇક રસ્તા પર પલટી ખાઈ ગયું હતું.આ ઘટનામાં આટકોટ ખાતે ખાનગી ક્લિનિક ચલાવતા ડો. રસિકભાઈ સાવલીયાનું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બાબરા પંથકમાં અકસ્માતે તબીબનું અવસાન થતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક પોલીસે આ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તસવીર- ગીરીશ મહેતા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.