બેઠક:રસ્તા, પાણી અને વીજળી સહિતના પ્રશ્નો અંગે ચર્ચા

બાબરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાબરામાં ચેમ્બરની બેઠક યોજાઇ
  • વેપાર-ઘંધાને વેગ મળે તે માટે પણ ચર્ચા

બાબરામા ચેમ્બર ઓફ કોમર્સની એક બેઠક મળી હતી. જેમા રસ્તા, પાણી, વિજળી જેવા પ્રશ્નો અંગે વેપારીઓએ ચર્ચા કરી હતી. આ ઉપરાંત આગામી દિવસોમા વેપાર ધંધાને વેગ મળે તે માટે પણ ચર્ચા વિચારણા કરાઇ હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુનાભાઇ મલકાણના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમા મોટી સંખ્યામા વેપારીઓએ હાજરી આપી હતી. આ મિટિંગમાં બાબરા શહેરના વેપારીઓના પ્રશ્નો સમસ્યાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં બાબરા શહેરના પાયાના પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, લાઈટ, પાણી અને ભૂગર્ભ ગટર વિગેરે વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

બાબરા શહેરમાં વેપારીઓને વેપાર ધંધાને અવરોધતી સમસ્યાઓ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વેપાર ધંધાને વેગવાન બનાવવા ભવિષ્યમા સઘન પ્રયત્ન હાથ ધરવા બાબતે વિચારણા કરવામાં આવી હતી.

મીટીંગ દરમિયાન બાબરા શહેરના વડીલ અગ્રણી અને ચેમ્બરના પૂર્વ પ્રમુખ ભરતભાઈ પોપટ, દીપકભાઈ સેદાણી, એમ.એમ. મહેતા, તાલુકા પંચાયતના નિવૃત્ત અધિકારી ભરતભાઈ રાજપોપટ, સુન્ની મુસ્લિમ સમાજના હોદેદારો રિઝવાનભાઈ સૈયદ, રહીમભાઈ મેતર, હાજીભાઈ પરમાર , આરીફભાઈ મેતર વગેરેને પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે ઉપસ્થિત રહેલ બાબરા ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો જેમાં મંત્રી પરેશભાઈ સોની, ઉપપ્રમુખ મયુરભાઈ રાવળ, સંગઠન મંત્રી કૌશિકભાઇ રાઠોડ, ખજાનચી દિપકભાઇ પડિયા, અંતુભાઇ સોની, મનુભાઈ મોદી, નીરવ પોપટ, ધર્મેશ પોપટ, તપસ તેજુરા, તેમજ કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં બાબરા શહેરના વેપારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...