મત દેવા ચાર કિમી દૂર જશે:દેવીપુજક પરિવાર કહે છે કોઇ અમને જ્યોતિગ્રામનું કનેકશન અપાવો

બાબરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીમમાં વાડીમાં ઘર બનાવી વસે છે 55 લોકોનો પરિવાર

બાબરા અને નિલવડા ગામ વચ્ચે ચાર કિમી દુર વિશાળ દેવીપુજક પરિવારે વાડી ખેતરમા જ પોતાના ઘર બનાવ્યા છે. બાબરામા તેમના કોઇ ઘર ખોરડા નથી. જો કે મતદાર યાદીમા નામ બાબરામા ચાલે છે. એટલે મત દેવા ચાર કિમી દુર જવુ પડે છે. જુદીજુદી વાડીઓમા ઘર બનાવી રહેતા પરિવારમા નાના મોટા 90 લોકો છે જે પૈકી 55 મતાધિકાર ધરાવે છે.

અહીના મુનાભાઇ ઉર્ફે મધુભાઇ ગોરાસવા અને તેના પરિવારના લોકો મુખ્યત્વે શાકભાજીનો વ્યવસાય કરે છે. કોઇકે રોડના કાંઠે દુકાન પણ બનાવી છે જેથી આવતા જતા લોકો-વાહન ચાલકો પાસેથી વેપાર મળી રહે. સંતાનો બાબરાની સરકારી શાળામા ભણે છે. જેને લેવા મુકવા વાહન આવે છે. કોઇ ખરીદી હોય તો પણ આ પરિવારને બાબરા જવુ પડે છે. ખેતીવાડીથી ગુજારો તો થઇ જાય છે પરંતુ તેમની સમસ્યાઓ પણ અનેક છે.

ચુંટણી આવે ત્યારે અહી નેતાઓ તો ડોકાતા નથી પરંતુ કાર્યકરો મત આપવાનુ કહી જાય છે. મતદાન માટે વાહન પણ મોકલે છે. ખેતીવાડીનુ વિજ કનેકશન છે એટલે દિવસમા અમુક કલાક જ વિજળી મળે છે. ઘરમા દોરડુ ખેંચ્યુ તો વિજ કંપનીએ 50 હજારનો દંડ ફટકારી દીધો હતો. તેમનો આક્રોશ છે મત તો માંગો છો પરંતુ અમને જયોતિગ્રામ યોજનાના કનેકશન તો અપાવો જેથી અમને પણ 24 કલાક વિજળી મળે. જો કે કોઇ પક્ષના નેતાઓ કયારેય તેમનો આ પ્રશ્ન ઉકેલ્યો નથી.

ચોમાસામાં 4 દિવસે પણ ફોલ્ટ રીપેર થતો નથી
અહીના મુનાભાઇ ગોરાસવા કહે છે..અમારા માટે વિજળીનો પ્રશ્ન સૌથી મોટો છે. ચોમાસામા તો 4 દિવસે પણ ફોલ્ટ રીપેર થતો નથી. દરેક ગામના લોકોને ચોવીસ કલાક વિજળી મળે છે પણ અમારા નસીબમા તે નથી. વાવાઝોડામા તો 20 દિવસે લાઇટ આવી હતી.> મુનાભાઇ

અન્ય સમાચારો પણ છે...