ધરણાં-પ્રદર્શન:બાબરા પાલિકા કચેરી ખાતે વર્ષો જૂની માંગને લઇ સફાઇકર્મીના ધરણાં-પ્રદર્શન

બાબરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ મંજુરી વગર સરકારી કચેરી સામે દેખાવો કરતા પોલીસે અટકાયત કરી

બાબરા પાલિકામા સફાઇ કામદારાેની વર્ષાે જુની માંગણીઅાેને લઇને અાજે સફાઇ કામદારાે અેકઠા થયા હતા અને પાલિકા કચેરી સામે ધરણા અને પ્રદર્શન કર્યુ હતુ. ઘટનાને પગલે પાેલીસ અહી દાેડી અાવી હતી અને પુર્વ મંજુરી વગર સરકારી કચેરી સામે દેખાવાે કરતા સફાઇ કામદારાેની અટકાયત કરી હતી.પાલિકાના સફાઇ કામદારાેની વર્ષાે જુની માંગણી સંતાેષાતી ન હાેય તેમજ અગાઉ પણ હડતાલનુ અેલાન અપાયુ હાેવા છતા પ્રશ્નનાે કાેઇ ઉકેલ અાવતાે ન હાેય અાજે સફાઇ કામદારાે અેકઠા થઇ પાલિકા કચેરી સામે જ ધરણા પ્રદર્શન કરી સુત્રાેચ્ચાર કરી વિરાેધ નાેંધાવ્યાે હતાે.

સફાઇ કામદારાેઅે ધરણા પ્રદર્શન કરતા અહી પાેલીસ દાેડી ગઇ હતી અને પુર્વ મંજુરી વગર અેકઠા થઇ ધરણા પ્રદર્શન કરતા સફાઇ કામદારાેની પાેલીસ અટક કરી પાેલીસ મથકે લઇ જઇ કાર્યવાહી કરી હતી.પાલિકાના સફાઈ કર્મીઓ પગાર વધારો તેમજ અન્ય હક હિસ્સા સહિતની અન્ય વર્ષો જુની માંગણીઓ મુદ્દે અવારનવાર આંદોલન કરી રહ્યા છે. પણ તંત્ર દ્વારા તેમની માંગણીઓને ધ્યાને નહિ લેવામાં આવતા આંદોલન કરવાની ફરજ પડી રહી હોવાનું સફાઈ કર્મચારીઓના પ્રમુખ મુનાભાઈ પરમાર દ્વારા જણાવ્યું હતું. તસવીર-રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...