રજૂઆત:બાબરા તાલુકામાં નદીઓ અને તળાવમાં સૌની યોજના હેઠળ પાણી છોડવા માંગ

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ખાખરિયાના સરપંચે મુખ્યમંત્રીને રજૂઆત કરી - Divya Bhaskar
ખાખરિયાના સરપંચે મુખ્યમંત્રીને રજૂઆત કરી
  • કિસાન સંઘે સુત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું

બાબરા તાલુકાની નદીઓ, ચેકડેમ અને તળાવોમાં સૌની યોજના હેઠળ પાણી છોડવા માટે તાલુકા કિસાન સંઘે સુત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. તેમજ ખેડૂતોએ ઠેબીનદીના પટ્ટમાં પાણી છોડવાની માંગણી સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.

બાબરા તાલુકા કિસાન સંઘના પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે અત્યારે ઉનાળામાં ખેડૂતો અને લોકોને પાણીની તાતી જરૂરીયાત ઉભી થતી હોય છે. અગાઉ મહિા પહેલા સરકારને સૌની યોજના હેઠળ પાણી છોડવા રજૂઆત કરી હતી. પણ હજુ સુધી પાણી છોડાયું નથી. જેના કારણે ઉનાળું વાવેતર સુકાય રહ્યો છે. તલ, મગફળી, મગ સહિતના પાક બચાવવા માટે સૌની યોજના હેઠળ નદીઓ, ચેકડેમ અને તળાવોને ભરવા જરૂરી બન્યા છે.

ત્યારે આજે સોની યોજના હેઠળ પાણી આપવા માટે કિસાન સંઘે સુત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. અને ખેડૂતોના પાકને બચાવવા માટે પાણી આપવા માંગણી કરી હતી.

ખાખરિયાના સરપંચે મુખ્યમંત્રીને રજૂઆત કરી
ખાખરીયા ગ્રામ પંચાયતના સરપંચ વિપુલભાઈ કાચેલાએ જણાવ્યું હતું કે કાળુભાર નદી ખાખરીયા ઉપરાંત તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થઈ રહી છે. અત્યારે ઉનાળાના આખરમાં ગ્રામ્ય વિસ્તારમાં પાણીની અછત છે. જેના કારણે ગામડાઓમાં પાણીની તંગી સર્જાય છે. ત્યારે સૌની યોજના હેઠળ કાળુભાર નદીમાં પાણી છોડવા તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...