રજુઆત:સંયુકત માલિકી હક ધરાવતા ખેડૂત  ખાતેદારોને વહેંચણીના સમયે જમીન માપણીના નિયમો મોકુફ રાખવા માંગ

બાબરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા મહેસુલ મંત્રીને રજુઆત કરાઇ

બાબરાના ચેમ્બર અાેફ કાેમર્સના પ્રમુખ દ્વારા મહેસુલ મંત્રીને પત્ર પાઠવી સંયુકત માલિકી હક ધરાવતા ખેડૂત ખાતેદારાેના વહેંચણીના સમયે જમીન માપણીના નિયમાે માેકુફ રાખવા માંગ કરી છે. ચેમ્બરના પ્રમુખ મુનાભાઇ મલકાણ દ્વારા કરાયેલી રજુઅાતમા જણાવાયું હતુ કે ખેડૂત ખાતેદારના નામે વડીલો પાર્જિત ખેતીની જમીન વારસાઈ આવેલી હોય છે. અને વારસદારોના નામે આવેલ જમીન જ્યારે વહેંચણીમાં રેવેન્યુ રેકર્ડમાં કિસ્સામાં હાલની જોગવાઈ પ્રમાણે આવી જમીન લન્ડ રેકર્ડ કચેરીમાં માપણી કરાવ્યા બાદ જ તેના અલગ ગામ નમૂના 7 નંબર નીકળે છે.

આવી વહેંચણીવાળી જમીનની માપણી કરવામાં ન આવે તો ફક્ત ગામ નમૂના 8, માં વહેંચણીની હિસ્સા મુજબ સયુંકત નામે જમીન આવે છે. અને ગામ નમૂના 7 નંબરનું પેજ અલગથી બનતું નથી. જેથી ખેડૂતોને ખુબજ મુશ્કેલીઓ અને હાડમારી ભોગવવાનો વારો આવે છે.

ખેડૂત ખાતેદારના જમીન વહેંચણી રેકોર્ડ ફક્ત ગામ નમૂના 8 પર નોંધવાથી અને ગામ નમૂના 7 માં અલગ અલગ અસર નહિ આપવાથી ખેડૂત ખાતેદારોમાં મોટા પ્રમાંણમાં અસંતોષ પેદા થાય છે.ત્યારે ખેડૂતોના હિતમાં જૂની જોગવાઈ મુજબ જમીન વહેંચણી સંબંધિત કાર્યવાહી કરવામાં આવે તેમજ રાજ્યના સેટલમેન્ટ કમિશનર દ્વારા જે પરિપત્ર કરેલ છે તેને મુલત્વી રાખવામાં આવે તેવી માંગણી કરવામા અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...