રજૂઆત:બાબરામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકસાની અંગે સહાય ચુકવવા માંગ

બાબરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા કિસાન એકતા સમિતી દ્વારા મામલતદારને આવેદન પાઠવાયું

બાબરા તાલુકામાં ભાદરવા માસમાં અતિ ભારે વરસાદ પડતાં ખેડૂતોના ખરીફ પાક કપાસ અને મગફળી સહિતના અન્ય પાકોને મોટું નુકશાન થવા પામ્યું છે. ત્યારે સ્થાનિક રાજકીય વ્યક્તિ સહિત ખેડૂત સંગઠન દ્વારા તાલુકામાં સર્વે કરાવી સહાય ચૂકવવા રજૂઆત કરવામાં આવી છે.

તાલુકા કિસાન એકતા સમિતિના પ્રમુખ ઉકેસભાઈ શિયાણીની આગેવાની હેઠળ મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવેલ કે તાલુકાના મોટાભાગના ગામડામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના કપાસ મગફળી તલ તેમજ મગ અડદ સહિતના કઠોળના પાકને મોટું નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડયો છે. ત્યારે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી અહીં તાલુકામાં સર્વે કરવામાં આવે અને ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...