કેન્દ્ર બહાર ભીડ ઉમટી:બાબરા તાલુકાની ૩૩ ગ્રામ પંચાયતની મતગણતરી

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ અગ્રણીના ભાઈ અને તાલુકા પંચાયતના વિપક્ષના નેતાના પત્નીનો પરાજય

બાબરા તાલુકાની 33 ગ્રામ પંચાયતની ચુંટણી બાદ અાજે અહીના સરદાર પટેલ સ્કુલ ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી. અહી મામલતદાર સહિત અધિકારીઅાેની ઉપસ્થિતિમા મતગણતરી હાથ ધરાઇ હતી. અહી સવારથી જ ઉમેદવારાેના સમર્થકાેની ભારે ભીડ જાેવા મળી હતી.

તાલુકાના નવાણીયા ગ્રામ પંચાયતમાં ભાજપ પ્રેરિત સરપંચ તેમજ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી મહેશભાઈ ભાયાણીના ભાઈ કલ્પેશભાઈનો વોર્ડ-3માં 18 મતે પરાજય થયો હતો. તો મોટા દેવળીયા ગ્રામ પંચાયતમાં તાલુકા પંચાયતના સભ્ય અને વિપક્ષના નેતા દિનેશભાઇ સનુરાના પત્ની કાજલબેનનો 90 મતથી પરાજય થયો હતો. તેમજ જામબરવાળામાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા યુવા ભાજપના મહામંત્રી જગદીશભાઈ નાકરાણીના પત્ની દક્ષાબેન નાકરાણી સરપંચ તરીકે 523 મતે ભવ્ય વિજેતા બન્યા હતા. તેમજ ખાખરીયા ગામે ભાજપના યુવા અગ્રણી વિપુલભાઇ કાચેલા 464 મતે સરપંચ પદે વિજય થતા ગામ લોકોએ વિજયના વધામણાં કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...