તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બાબરામાં તમામ વોર્ડમાં કોરોનાને ધ્યાને રાખી દવાનો છંટકાવ કરાયો

બાબરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ સફાઈ અભિયાન પણ શરૂ કર્યું, માર્ગો પર કચરાના ઢગ ઉપાડવાની કામગીરી કરાઇ

બાબરા પંથકમાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેના કારણે નગરપાલિકાએ શહેરની તમામ બજારો અને વોર્ડમાં ડીડીટીની દવાનો છંટકાવ કર્યો હતો. અહીં નગરપાલિકાના પ્રમુખ લલિતભાઇ આંબલીયાએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને ધ્યાને રાખીને શહેરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે. જ્યાં પણ ગંદકી હોય ત્યાંથી હટાવવામાં આવે છે. તેમજ શહેરભરમાં સેનીટાઇઝરનો છંટકાવ કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી શહેરની બજારો અને વોર્ડમાં ડીડીટીનો છંટકાવ કરવામાં આવે છે.

પ્રથમ કોરોના ગ્રસ્ત વિસ્તારમાં અગ્રતા આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં માર્ગ અને સ્મશાનમાં પણ દવાનો છંટકાવ કરાશે. સાથે સાથે માર્ગો પર પડેલ કચરાના ઢગ પણ ઉપાડવાની કામગીરી શરૂ છે. આ કામગીરીમાં પાલિકા ઉપ પ્રમુખ વસંતભાઇ તૈરૈયા અને કારોબારી ચેરમેન ભુપતભાઇ બસીયા પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...