અનોખી પહેલ:વિધવા મહિલાના હસ્તે બ્લોક રોડનું ખાતમુહૂર્ત

બાબરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાબરા પાલિકા ખોટા ખર્ચ પર રોક લગાવી પ્રજાના પૈસા વિકાસમાં વાપરશે : ચેરમેન

બાબરા નગરપાલિકાએ અનોખી પહેલ કરી હતી. શહેરમાં બ્લોક રોડની કામગીરીનો વિધવા મહિલાના હસ્તે પ્રારંભ કરાવ્યો હતો. આમતોર પર વિકાસના કામોના ખાતમુહૂર્તમાં રાજકીય નેતાઓને જસ આપવામાં આવતો હોય છે. પણ અહી વિધવા મહિલાના હસ્તે કામગીરીનો પ્રારંભ કરાવી પાલિકાએ મહિલાઓનું સન્માન કર્યું હતું.બાબરા પાલિકાના કારોબારી ચેરમેન ભુપતભાઈ બસીયાએ જણાવ્યું હતું કે નગરપાલિકામાં થતા ખોટા ખર્ચે પર બ્રેક લગાવી દેવામાં આવી છે. લોકોના પૈસા વિકાસના કામોમાં જ વાપરવામાં આવશે. તેમજ શહેરભરમાં પાલિકાએ વિકાસના કામો યુદ્ધના ધોરણે શરૂ કરી દીધા છે.

અહી શહેરના વોર્ડ નંબર બેમાં વિધવા મહિલા ઘુઘીબેનના હસ્તે બ્લોક રોડનું ખાતમુહૂર્ત કરી પાલિકાએ એક અનોખી પહેલ કરી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ લલીતભાઈ આંબલીયા, શિલ્પાબેન સિંધવ, નરેશભાઈ મારૂ, ખોડલભાઈ મકવાણા, મુળુભાઈ, ધર્મેશભાઈ વાવડીયા, અશ્વિનભાઈ મકવાણા, રાજુભાઈ રાગપરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...