હરાજી:બાબરા યાર્ડમાં આજથી ચણાની વાહનોમાં જ હરાજી કરાશે

બાબરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપાસની હરાજી સવારે 9 કલાકે કરાશે
  • ઢગલાની હરાજી કરાશે નહી, જગ્યા હશે ત્યા સુધી યાર્ડમાં વાહનોને એન્ટ્રી

બાબરા યાર્ડમાં નવી સિઝનના ચણાની આવકનો પ્રારંભ થઈ ગયો છે. હવે યાર્ડમાં ચણાની હરરાજી વાહનોમાં જ કરવાનો બજાર સમિતિએ નિર્ણય કર્યો છે. યાર્ડમાં ચણાના ઢગલા કરનાર ખેડૂતોની હરરાજી કરાશે નહી. સાથે સાથે યાર્ડમાં જ્યા સુધી જગ્યા હશે. ત્યા સુધી જ વાહનોને એન્ટ્રી અપાશે.

બાબરા માર્કેટ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે ચણાની આવકમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે સોમવારથી ચણાના ઉભા વાહનની હરરાજી સવારે 8 કલાકે કરવામાં આવશે. ચણાના ઢગલાની હરરાજી કરવામાં આવશે નહી. હરરાજી બાદ ચણાના બાચકા ખરીદનાર વેપારીને ત્યા ઉતારવાના રહેશે. ઉપરાંત ચણાના ઉભા વાહન રાખવાની જગ્યા હશે. ત્યા સુધી પ્રવેશ આપવામાં આવશે.

માર્કેટ યાર્ડમાં ચણાના વાહનોની બીજી એન્ટ્રી કપાસની હરાજી બાદ સવારે 11: 30 કલાકે અપાશે. કપાસની હરરાજી સવારે 9 કલાકે હાથ ધરવામાં આવશે. ખેડૂતો, કમીશન એજન્ટભાઈઓએ આ નિર્ણયમાં સહયોગ આપવા બાબરા બજાર સમિતિએ અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...