તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીના નિકાલનો પ્રશ્ન વણઉકેલ:ચરખા ચમારડી માર્ગ પર બનેલ સુવિધાપથ બન્યાે દુવિધાપથ, બજારમાં પાણી ભરાયા

બાબરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પહેલો વરસાદ પડ્યો ને પાણી ઘરમાં ઘૂસી ગયા

બાબરા તાલુકાના ચમારડીમા ચરખા માર્ગ પર સીસી રાેડ બનાવવામા અાવ્યાે છે. જેના કારણે પાસાભાઈની દુકાન પાસે ઢાળમાં જાણે નદી હોય તેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે. કારણ કે બજારનું પાણી નદીમાં જતું નથી. અને ત્યાં રહેતા રહિશોના ઘરોમાં પાણી ઘુસી જાય છે. આ બાબતે રહિશોએ જણાવ્યું હતું કે અગાઉ ગામના આગેવાનાેઅે રજુઆત કરેલ પરંતુ આજદિન સુધી કોઈ નિવેડો આવેલ નથી.આ વિસ્તારમાં સીસી રોડના કારણે વરસાદના પાણી ઘરોમાં આવી રહ્યા છે.

જ્યારે આ રોડ બન્યો ત્યારે રહીશો દ્વારા પાણી નિકાલનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. પરંતુ કોઈ ઉકેલ અાવ્યાે ન હતાે. જેના કારણે આ પરિસ્થિતિ ઉભી થવા પામી હતી. અહીના રમેશભાઈએ જણાવ્યું હતું કે હાલમાં પાણીનો કોઈ નિકાલ નથી થતાે જેના કારણે વરસાદનું પાણી અમારા ઘરમાં આવી ગયું છે. હજુ તો પહેલો વરસાદ પડયો છે. પાણીના નિકાલ માટે યોગ્ય પગલાં લેવા માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...