બાબરા માર્કેટીંગયાર્ડ ખાતે આજરોજ ટેકાના ભાવે ચણા ખરીદી કેન્દ્રનો આરંભ કરવામા આવ્યો હતો. અહી નાફેડ અને ગુજકોમાસોલની નોડેલ એજન્સી તરીકે બાબરા તાલુકા ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળીને કામગીરી સોંપવામા આવી છે.માર્કેટીંગયાર્ડ ખાતે આજે પુર્વ ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી બાવકુભાઇ ઉંધાડના હસ્તે ટેકાના ભાવે ચણાની ખરીદી કેન્દ્રનો આરંભ કરાવાયો હતો.
આ પ્રસંગે અશોકભાઇ રાખોલીયા, ભુપેન્દ્રભાઇ બસીયા, ભરતભાઇ બુટાણી, સંગીતાબેન,મુકેશભાઇ ખોખરીયા, મહેશભાઇ ભાયાણી, રાજુભાઇ દેત્રોજા, જયસુખભાઇ કલકાણી, અલ્તાફભાઇ નથવાણી, હિમતભાઇ પાનશેરીયા ઉપસ્થિત રહ્યાં હતા.
બાબરા ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળીના પ્રમુખ જીવાજીભાઇ રાઠોડે જણાવ્યું હતુ કે ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણી દ્વારા બાબરા તાલુકાની નવી ઉભી થયેલ સંસ્થાને ટેકાના ભાવે ચણાની ખરીદીની કામગીરી સોંપી તાલુકાની સંસ્થાને પગભર કરવા માટે પ્રોત્સાહિત કરવામા આવી હતી. તસવીર-રાજુ બસીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.