આખલાઓનો ત્રાસ:બાબરામાં હાઇવે પર વારંવાર જામી રહી છે આખલાની લડાઇ

બાબરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આખલાને પકડી દૂર ખસેડવા લોકોની માંગ. - Divya Bhaskar
આખલાને પકડી દૂર ખસેડવા લોકોની માંગ.
  • કોઇ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા આખલાઓને પાંજરે પુરવા માંગ

બાબરામા આમ તો પાછલા ઘણા સમયથી રેઢીયાર આખલાઓના આંટાફેરાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. અહીના હાઇવે પર અવારનવાર આખલાની લડાઇ જામે છે. ત્યારે કોઇ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા પાલિકા દ્વારા આખલાઓને પાંજરે પુરી દુર ખદેડવામા આવે તેવી માંગ ઉઠી છે.

શહેરમા હવે તો આખલાના ત્રાસથી લોકો તોબા પોકારી ઉઠયાં છે. અહીના માર્ગો અને બજારોમા અવારનવાર આખલાની લડાઇ જામે છે જેના કારણે અફડાતફડી મચી જાય છે. ત્યારે આજે પણ હાઇવે પર બે આખલા વચ્ચે લડાઇ જામી હતી જેને પગલે થોડીવાર માટે અહીથી પસાર થતા વાહનો અને રાહદારીઓને થંભી જવાની ફરજ પડી હતી.

આ ઉપરાંત હાઇવે નજીક લારી ધારકોને પણ ભાગવાની ફરજ પડી હતી. લોકોએ આખલાને છુટા પડાવવા પાણીનો મારો પણ ચલાવ્યો હતો. મહામુસીબતે બંને આખલા છુટા પડી જતા લોકોએ રાહત અનુભવી હતી. અનેક વખત સોસાયટી વિસ્તારોમા પણ આ રીતે આખલાઓ લડે છે અને વાહનોને પણ નુકશાન પહોંચાડે છે. અનેક વખત બજારમા લોકોને ઢીંકે ચડાવી નાની મોટી ઇજા પણ પહોંચાડી રહ્યાં છે. ત્યારે પાલિકા દ્વારા શહેરમા રખડતા આખલાઓને પકડીને દુર ખસેડવામા આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...