તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર સામે રોષ:બાબરામાં બે દિવસથી BSNL માેબાઇલ નેટવર્ક ઠપ્પ

બાબરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લાેકાેના અગત્યના કામાે અટકી પડતા હાેય તંત્ર સામે રોષ

બાબરામા બીઅેસઅેનઅેલની સેવા જાણે કથળી ગઇ હાેય તેમ જાેવા મળી રહ્યું છે. અહી બે દિવસથી માેબાઇલ નેટવર્કના ધાંધીયાથી ગ્રાહકાેને ભારે મુશ્કેલી પડી રહી છે. વારંવાર નેટવર્ક ખાેરવાતા લાેકાેના અગત્યના કામાે પણ અટકી પડતા હાેય લાેકાેમા તંત્ર સામે રાેષ જાેવા મળી રહ્યાે છે.પ્રાપ્ત વિગત મુજબ, બાબરા શહેર અને તાલુકામાં બીએસએનએલ મોબાઈલ નેટવર્કના મોટા પ્રમાણમાં ગ્રાહકો છે. બીએસએનએલ મોબાઈલ નેટવર્કનું જોડાણ ધરાવતા ગ્રાહકોએ જણાવ્યું હતું કે અમારી પાસે માત્ર એક નંબર હોય છે જે અમારા સગા સંબંધીઓ અને વ્યવસાય કરતા લોકોની પાસે હોય છે.

પણ જયારે મોબાઈલનું નેટવર્ક પાંચ કલાક કે એક દિવસ અને ક્યારેક તો બે દિવસ સુધી નથી આવતુ. ત્યારે અમારે વધુ મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડે છે. નેટવર્કના ધાંધીયાના કારણે મોબાઈલ બંધ હોવાથી જરૂરી અને ઇમરજન્સી વખતે ભારે મુશ્કેલી પડે છે. ધંધા રોજગારને લગતા કામો પણ નથી થતા ત્યારે અહીં ફરિયાદ કરવી કોને. બાબરામાં બીએસએનએલની ઓફીસ પણ નથી. ત્યારે આગામી દિવસોમાં જો બીએસએનએલ મોબાઈલ નેટવર્ક આપવામાં હજુ ધ્યાન નહિ આપે તો ગ્રાહકાે અન્ય ખાનગી માેબાઇલ સેવા તરફ વળશે.

અન્ય સમાચારો પણ છે...